ચીખલી: ગતરોજ અગ્નીવીર પ્રાણી ફાઉન્ડેશન દ્વારા ચીખલી મામલતદારશ્રીને રખડતા ગૌવંશની જાળવણી અને લમ્પી વાયરસ જેવી ભયાનક બીમારીને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં ફાઉન્ડેશનના તમામ હોદ્દેદારો દ્વારા રજુવાત કરવામાં આવી હતી.

અગ્નીવીર પ્રાણી ફાઉન્ડેશન દ્વારા ગતરોજ ચીખલી મામલતદારશ્રીને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે સરકારશ્રી દ્વારા 500 કરોડનું બજેટ બહાર પાડવામાં આવ્યું હોય તો પણ રખડતા ગૌવશની જાળવણી અને લમ્પી વાયરસ જેવી ભયાનક બીમારીથી ત્રાહિમામ પુકારી રહ્યા છે. ત્યારે અગ્નીવીર પ્રાણી ફાઉન્ડેશનના મહેંદ્રસિંહ રાજ પુરોહિતના નેતૃત્વ હેઠળ ચીખલી તાલુકા પ્રમુખ અંબેલાલ પટેલ, પ્રણવસિંહ પરમાર કાર્યકરો દ્વારા ચીખલી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત જેમ બને તેમ જલદી થી જલદી આવી પશુઓ પરની ગંભીર બીમારી પર ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અપીલ કરાઈ છે.