નાનાપોંઢા: ગતરોજ સવારે નાનાપોંઢા-વાપી હાઇવે ઉપરથી ચાર ઇસમો દ્વારા ઇકોમાં કાકડકોપર ગામના ભગત જ્યારે ચા પીવા નીકળ્યા હતા ત્યારે તેનું અપહરણ કરી જવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં લોકો વિવિધ તર્કવિતર્ક લગાવી રહ્યા છે.

Decision Newsને મળેલી વિગતો મુજબ કપરાડાના કાકડકોપર ગામમાં રિતેશભાઈ (ભગત) નામનો યુવાન ગતરોજ સવારે સાડા છ વાગ્યાની આસપાસ કાકડકોપર ગામના નેશનલ હાઈવે ઉપર GJ15 CB5869 નબરની કારમાંથી ઉરતા હતા તે સમયે ચારથી પાંચ અજાણ્યા બુકાનીધારી ઈસમોએ એક સફેદ કલરની ઈકો વાન કારમાં વાપી બાજુ અપહરણ કરી ગયા હતા. આ ઇકો નંબર પ્લેટ વગરની હતી એમ પણ જાણવા મળ્યું છે.

ભગત રિતેશ બાબુભાઈ અંધેર કાકડકોપર ગામના અંધેર ફળીયામાં તેમની બે પત્ની સાથે રહે છે. રિતેશ ભગત ભુવાનું કામ કરે છે. તેઓ ગતરોજ દરરોજની જેમ સવારે ચા પીવા કાર લઈ ને ગયા હતા. તેમનું અપહરણ કેમ થયું એ હજુ રહસ્યમય છે. રાજ્યના મંત્રીના ગામમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર અને પોલીસ પ્રશાસન પર અનેક સવાલો ઉભા કરી દીધા છે.