ઉમરપાડા: ગતરોજ  ખાતે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ખોટા જાતિનાં પ્રમાણપત્ર લેનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગને લઈને આદિવાસી સમાજ અને પોતાના અધિકારથી અધિકાર થી વંચિત આદિવાસી યુવાનો મોટી સંખ્યામાં જનમેદની ઉમટયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

જુઓ વિડીયો..

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ દ્રારા આંદોલનો થઇ રહ્યાં તેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં મોટી સંખ્યામાં ‌જનમેદની ઊમટી પડ્યા.જેમા અનુસુચિત જન જાતિનાં ખોટા જાતિનાં પ્રમાણપત્ર લેનારા વિરૂદ્ધ કાર્યવાહી માટે માટે આવેદન પત્ર,આર અન્ડ બી.ની એન્જીનીયર ‌કલાસ – ૨ માટેની જાહેરાત હતી એમાં કુલ ‌૭૭ માંથી એસ.ટી માટે એક પણ‌ જગ્યા નથી ફાળવી જેથી આ ભરતી પ્રક્રિયા રદ કરી ફરથી ભરતી બહાર પાડવા માટે આવેદન પત્ર, પી.એસ.આઇ રતિલાલ વસાવાને જલ્દી ન્યાય આપવા માટે આવેદન પત્ર,સોનગઢ તાલુકાના બોરદા વિસ્તારનાં જંગલ જમીનમાં ખેતી કરતાં ૨૦ જેટલા આદિવાસી પરિવારોને માર મારી તેમના કાચાં ઘર ઝુંપડા સડગાવીયા તે વિરૂદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં યુવાનો સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા સાથે લડી લેવાના જોવા મળ્યાં.