ચીખલી: હાલમાં વરસાદી માહોલ ચાલી રહ્યો ત્યારે ગતરોજ ચીખલી તાલુકાના સારવણી ગામમાં રાત્રી દરમિયાન મકાન જમીનદોસ્ત થયાની ઘટના બહાર આવી હતી. જેમાં ઘરના દંપતિ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા.
Decision Newsને પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સારવણી ગામે બીડ ફળીયામાં રહેતા સીતાબેન અને ચંદુભાઇ પતિ-પત્ની ધરમાં હતા.તે દરમ્યાન સોમવારના રોજ રાત્રેના નવેક વાગ્યાના અરસામાં અચાનક તેમનું મકાન જમીનદોસ્ત થતા તેઓ દબાઈ જતા આસપાસના લોકો દોડી આવી તેમને બહાર કાઢ્યા હતા.અને સ્થાનિક આગેવાન સુનિલભાઈ સહિતનાઓ દ્વારા બન્ને દંપતિ ને શરીરે ઇજા થતાં ચીખલીની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
વરસતા વરસાદમાં અને રાત્રી દરમ્યાન અચાનક સવિતાબેનનું કાચું મકાન ધરાશયી થતા છતના નળીયા સહિતનાઓ ભુક્કો બોલી ગયો હતો. અને ઘરવખરી,અનાજ,કથોળ પણ પલળી જતા ચોમાસામાં છત ગુમાવવા સાથે પરિવારને મોટું આર્થિક નુકશાન થયું હતું. સ્થાનિક પંચાયત દ્વારા નુકશાની અંગેનો સર્વે કરી પંચકેસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જોવું એ રહ્યું કે સવિતા બેનનો છતનો સહારો કોણ બનશે.

