ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાંથી પસાર થતો રોડ નેશનલ 56 વાપી થી શામળાજી રોડ પર પડેલ ખાડામાં આદિવાસી સમાજના જાગૃત યુવાનો અને અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા ધરમપુરનું રોડ તંત્ર ગાંધારી બન્યું છે ત્યારે વૃક્ષની ડાળીઓ રોપી અને પૂજન કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરનાવાપી થી શામળાજી રોડ પર અને માન નદીના પુલ પાસે પડેલ ખાડાઓ માં અવારનવાર સ્કૂલે જતા વિધાર્થીઓ અને ઘણા મોટર સાઇકલ લઇ ને જતા લોકો અકસ્માત નો ભોગ બની ચુક્યા છે. આગામી દિવસો માં તાત્કાલિક આ ખાડાઓ પુરવામાં ન આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડછે જેની વહીવટી તંત્ર એ નોંધ લેવી. અગાઉ આ બાબતે તંત્રને લેખિતમાં પણ જાણ કરવામાં આવી છે
આ વિરોધ પ્રદર્શન પ્રસંગે સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી યુસુભ ગામીત, જિમ્મી ગામીત, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મહામંત્રી, અને આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા સ્થાનિક યોદ્ધાઓ હાજર રહ્યા હતાં

