નર્મદા-ભરૂચ: ગુજરાતના મોટાભાગના ક્ષેત્રોના કર્મચારીઓ પોતાના હક અને અધિકાર માટે રેલીઓ યોજી, આંદોલનો કરી અને આવેદનપત્રો આપી રહ્યા છે ત્યારે ગતરોજ નર્મદા અને ભરુચ જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘની મહા રેલી રાજપીપળા બાગ પાસે આંબેડકરજીના સ્ટેચ્યુંને હાર પહેરાવી ધોધમાર વરસાદ પોતાના હકોની માંગણી સાથે રેલી યોજી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ નર્મદા અને ભરુચ જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘની મહા રેલી રાજપીપળા બાગ પાસે આંબેડકરજીના સ્ટેચ્યુંને હાર પહેરાવીને નીકળી ધોધમાર વરસાદ વરસતો હોવા છતાં કર્મચારીઓ પોતાના હક્ક માટે નારા લગાવતા સફેદ ટાવર થઈને સંતોષ ચોકડી એથી ગાંધીજીના પૂતળા પાસે થી પસાર થઈ તેમણે હાર પહેરાવીને માનનીય કલેક્ટરશ્રીની કચેરી પર નારાઓ સાથે 1000 થી વધારે કર્મચારી તથા તેમના ઘરના સભ્યો રેલીમાં ભાગ લીધેલ હતો . માનનીય કલેકટરશ્રીના માધ્યમથી મુખ્યા મંત્રીશ્રીને કુલ 18 માગણીનું આવેદન આપ્યું . અને જો અમારી માગણી ન સંતોષાય તો આગામી દિવસમાં રાજય સંઘના આદેશ અનુસાર જલદ કાર્યક્રમો આપવાનું નક્કી કર્યું છે.
આજની રેલીમાં જોડાયેલ જીતેન્દ્રભાઈ પટેલ સાથે Decision News વાત કરી તો તેમણે જણાવ્યું કે અમારી મુખ્ય માંગણીઓ 1) 4200 ગ્રેડ પે આપો , 2) સાળગ નોકરી , 3) ગૃહપતિ /ગૃહમાતા આપો, 4) સાતમા પગારપાંચના લાભો (એરીર્યસ ) , 5) જૂની પેન્સન યોજના , 6) ચાલુ નોકરી દરમ્યાન કર્મચારીનું અવસાન થાય તો તેને ઉચ્ચક રકમનો લાભ આપો. વગેરે છે અને અમે એની રજુવાત કરવા આ મહારેલીની આયોજન કર્યું છે.