કપરાડા: કપરાડા થી ધરમપુર અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ માટેની બસની સમસ્યાને લઈને બસ વિભાગના અધિકારીઓ ગાંધારીની જેમ આંખો પર પાટા બાંધીને બેઠા છે ખબર હોવા છતાં તેઓ આ બાબતે કોઇપણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહ્યા એ નિદનીય બાબત કહી શકાય ત્યારે હવે દરરોજ હાલાકી ભોગવતા વિદ્યાર્થી હવે નફફટ તંત્ર સાથે બાથ ભીડવાની ચીમકી આપી છે..

જુઓ વિડીયોમાં..

વિદ્યાર્થીઓનું કહેવું છે કે એક અઠવાડિયા પહેલા ધરમપુર ડેપો મેનેજરને લેખિતમાં જાણ કરી હોવા છતાં તંત્ર ઊંઘમાં છે વિદ્યાર્થીઓ અવર જવર માટે ઘેટાં બકરાની જેમ એક જ બસમાં જવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીનીઓ જણાવે છે કે આદિવાસી દિકરા-દીકરીઓને ઘેટા-બકરા સમજી એક જ બસમાં અપડાઉન કરવા મજબુર કરતાં ધરમપુરના ડેપો મેનેજર જવાબદાર છે. જો મેનેજરના પરિવારના સભ્યો અમે મુસાફરી કરીએ તેવી રીતે એક દિવસ મુસાફરી કરે તો બધી ખબર પડી જાય. હવે જો એક બે દિવસમાં અમારા માટે બસની સુવિધા ન કરવામાં આવી તો અમે બસ રોકો આંદોલન કરશું એ નક્કી છે જેની સંપૂર્ણ જવાબદારી ડેપો મેનેજરની રેહશે.