ગણદેવી: ગતરોજ શિક્ષક દિવસ નિમિત્તે રાજયના આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગણદેવી તાલુકાના ગીતા મલ્ટીપર્પઝ હોલ મણીનગર કેમ્પસ ખારેલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક- ૨૦૨૨ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.
ગતરોજ નવસારી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથે જ સો ટકા પરિણામ ધરાવતી ગ્રાન્ટેડ શાળાનો સન્માન કાર્યક્રમ કરાયું. શ્રેષ્ઠ શિક્ષકોનું શોલ, પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કારોથી આદર સન્માન કરાયું હતું. તાલુકા કક્ષાએ રંગપુર પ્રાથમિક શાળાના કેતન ભરતભાઈ સોલંકીનું સન્માન થયું
રાજયના આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ શિક્ષક સમુદાયને પ્રેરક આહવાન કર્યુ કે, ચેલેન્જીસ-પડકારો અને પોટેન્શીયલ-સંભાવનાઓ વચ્ચે સમન્વય સાધીને શાળાના બાળકોને ધગશ-પ્રોત્સાહન આપી ધાર્યા પરિણામો મેળવી શકાશે એવું હું માનું છું.

