નર્મદા: જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈને પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, તલાટી કમ મંત્રી, આરોગ્ય આધિકારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ સહીત 2000 થી વધુ કર્મચારીઓ એક સાથે રસ્તા ઉપર ઉતરી સરકાર વિરોધી નારાબાજી સાથે રેલી કાઢી નર્મદા કલેકટરને મુખ્ય મંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું.
જુઓ વિડીયો..
નર્મદાના માધ્યમિક શિક્ષણ સંગ પ્રમુખ જણાવે છે કે જૂની પેન્શન પ્રથા ચાલુ કરવામાં આવે તો જ અમે સરકાર સાથે રહીશું નહિ તો હજુ જલદ કાર્યક્રમ કરીશું. આ સરકારના મંત્રીઓ મગરની ચામડી ધરાવતા અમારા કર્મચારીઓનું લોહી પીવે છે અને પોતે પેન્શન લે છે એ ના થવું જોઈએ બસ જૂની પેન્શન યોજના આપીને અમારા કર્મચારીઓને ખુશ કરી દે એટલી માંગ છે.