વાંસદા: આદિવાસી વિસ્તાર ધરાવતા વાંસદા તાલુકામાં વહીવટીતંત્રની પોલમપોલ વારંવાર બહાર આવતી હોય છે ત્યારે ખરજાઈ ગામ વરસાદમાં એક મહિના પહેલા રસ્તા વચ્ચે પડી ગયેલા ખાડાનું હજુ સુધી કોઈ પણ પ્રકારનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી જેના કારણે ગ્રામજનોને પડતી અવરજવરની મુશ્કેલીઓને લઈને વહીવટીતંત્રના અધિકારીઓ પર આક્રોશ ઠાલવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા ધોધમાર વરસેલા વરસાદમાં વાંસદાના ખરજઈ ગામ પાણીથી તરબોળ બની ગયું હતું ગામના રોડ અને ચેકડેમ તૂટીને પાણીમાં તૂટીને વહી ગયા હતા જેના કારણે બાળકોને શાળાએ જવામાં અને ગ્રામજનોને કામાર્થે અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડી રહી છે આ બાબતે ગ્રામજનો દ્વારા અને સરપંચ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વાંસદાને જાણ કરવામાં આવી હતી. જે મુદ્દે જિલ્લા પંચાયતના SO અને આવીને જગ્યાની મુલાકાત પણ લીધી હતી અને કામ થઇ જશેનું આશ્વાસન પણ આવ્યું હતું.
વાંસદા તાલુકાના પદાધિકારીઓને અધિકારીઓને લોકોની કામગીરી અને લોકોના કીમતી સમયની એમને જરા પણ કદર નથી સત્તાના નશામાં તેઓવો લોકો પર હાવી થઇ રહ્યા હોય તેમ લોકોને કામ માટે આંટા મરાવી મરાવીને હેરાન કરતાં હોવાનું લોકો જણાવી રહ્યા છે. હવે એક જોવું રહ્યું કે રસ્તામાં પડેલા ખાડાનું કામગીરી આરંભવામાં આવશે અને ગ્રામજનો અને બાળકોની મુશ્કેલી ક્યારે દુર થયા છે

