મહુવા: ગતરોજ મહુવા તાલુકાના અનાવલ-વાંસદા રોડ પર આંગલધરા ગામમાં બારડોલી-વલસાડ બસ GJ-18-Z-4962 ઝાડ સાથે એસટી બસ અથડાયાનો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે આ બનાવમાં મુસાફરોને નાની મોટી ઇજા થવા પાણી હતી
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે મહુવા તાલુકાના અનાવલ-વાંસદા રોડ પર આંગલધરા ગામમાં બારડોલી-વલસાડ બસ GJ-18-Z-4962 ઝાડ સાથે એસટી બસ અથડાયાની ઘટના સામે આવી છે જેમાં આઠથી નવ મુસાફરોને નાની મોટી ઈજા થતાં અનાવલ રેફરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
આ અકસ્માતની ઘટનામાં ઘાયલ મુસાફરો 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવએ સમગ્ર વિસ્તારમાં ચિંતાની વાતાવરણ પ્રસરાવી દીધી છે.

