વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામના ઉતારા ફળિયું રોહિતવાસમાં રહેતા ગુમ થયેલ ૨૨ વર્ષીય યુવાનનો મૃતદેહ સિંગાડ પાસે નદીમાંથી મળ્યાની ઘટના બહાર આવતા પરિવારમાં માતમ અને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વંટોળ ઉઠયું છે

Decision News વાંસદાના મોટી વાલઝર ઉતારા ફળિયું રોહિતવાસમાં રહેતા વૃતિકકુમાર દિનેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 22 જે 15 મી ઓગષ્ટના રોજ ધરેથી તેમની એક્સેસ મોપેડ નં. GJ 21- BG- 8859 લયને મોટીવાલઝર દૂધ ડેરીમાં દૂધ લેવા માટે ગયો હતો. બાદમાં તે મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ આજુબાજુમાં તેની તપાસ કરતા તેનો કોઈ ખબર ન મળતાં આ બાબતે વાંસદા પોલીસ મથકે સંજય વલ્લભભાઈ સોલંકીએ ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ આપી હતી.

ગુમ થનાર વૃતિકનુ બાઈક મોટીવાલઝર ઉતારા ફળિયામાં નદી કિનારેથી મળી આવતા શંકાના આધારે એન ડી આર એફ ની ટીમ દ્વારા તેની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ગુમ થયેલ 22 વર્ષીય યુવાનનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. NDRF ની ટીમ દ્વારા અદ્રાયેલા રેસક્યુંમાં શીંગાઢ પાસેથી મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ PM માટે વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. મહત્વનું છે કે પરીવારે એકના એક દીકરાને ગુમાવતા પરિવારમાં માતમ છવાયો છે.