ખેરગામ: આખો દેશ જયારે દેશભક્તિના રંગમાં રંગાયો છે ત્યારે ખેરગામ પંથકની ખ્યાતનામ શાળા જનતા હાઈસ્કૂલ દ્વારા અશ્મિગત ઇંધણના સતત વધી રહેલા વપરાશને લીધે વાતાવરણમાં સતત વધી રહેલા ગ્લોબલ વોર્મિંગની સમગ્ર પૃથ્વી પર માઠી અસર ખાળવા અને ખેરગામવાસીઓમાં પર્યાવરણમાં પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉમદા હેતુસર 100થી વધુ સાયકલો સાથે કન્યાશાળા ખેરગામથી શરુ કરી મહાત્મા ગાંધી સર્કલ થઈને જનતા હાઈસ્કૂલ સુધીની સાયકલ રેલી કાઢી હતી.

જુઓ વીડિઓ…

Decision Newsને મલ્લી માહિતી મુજબ જનતા સ્કૂલના બાળકો, શિક્ષકો અને ટ્રસ્ટીમંડળના મુસ્તાનસિર વ્હોરા સાથે ખેરગામના જાણીતા યુવા તબિબ ડો.નિરવ ભુલાભાઇ પટેલ પણ જોડાયા હતાં. ભારે ઉત્સાહ સાથે નીકળેલી સાયકલ રેલીમાં બાળકોએ ખેરગામ બજાર ભારતમાતાકી જય અને વંદેમાતરમના નારાઓ સાથે ગુંજાવ્યું હતું. એવી જ બીજી ઘટનામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમોમાં ફેરફાર કરવાથી આખા દેશના યુવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખેરગામના યુવાનોએ રાત્રે ભરવરસાદમા ડીજે સાહીલના તાલે દેશભક્તિના ગીતો સાથે વાતાવરણ દેશભક્તિમય બનાવી દશેરા ટેકરી પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ફુલહાર કરી રેલીની શરૂઆત કરી ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર સર્કલ સુધી એક સાંજ- વ્યસનમુક્ત દેશને નામ,એક સાંજ-અંધશ્રદ્ધામુક્ત દેશને નામ થીમ પર ત્રિરંગા યાત્રા કાઢી હતી.

ખેરગામ ખાતે જ્ઞાનકિરણ ઢોડિયા સમાજના ઉપક્રમે થયેલ કોચિંગ કલાસમા PSI/ASI/CONSTABLE ની પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ અને રાષ્ટ્રીય કક્ષાએ દોડમા પ્રથમ નંબર મેળવી ખેરગામનું નામ રોશન કરનાર વડીલ બાબુભાઈ પટેલનું ભારતીય બંધારણનું પુસ્તક આપી પુષ્પવર્ષા કરી પોલિસ વિભાગમાં પસંદ થનાર યુવાઓનું ગરીબો અને નિર્દોષોના હકોનું રક્ષણ કરવા માટે હંમેશા કટિબધ્ધ રહેવાની અપીલ સાથે સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે હિંદુયુવા વાહિની, મુસ્લિમ સમાજ, આદિવાસી સમાજના યુવાનો, વડીલો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને અંતે રાજસ્થાનમા જાતિભેદને શિક્ષક દ્વારા ઢોર મારવાના કારણે મૃત્યુ પામનાર બાળક ઇન્દ્ર મેઘવાળ માટે 2મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.