ધરમપુર: આદિવાસી વિસ્તારની આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓમાં તાવ, ખાશી, શરદી, ઝાડા, ઉલટી, જેવી બીમારીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે ત્યારે આ બાબતને લઈને આશ્રમ શાળામાં બાળકો સ્વાસ્થ્ય માટે ડો. પ્રવીણ મોર્યા તેમની ટીમ દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આશ્રમ શાળાઓના વિધાર્થીઓમાં તાવ, ખાંસી, શરદી,ઝાડા, ઉલ્ટી, નાના ચાંદા, વગેરેનું પ્રમાણ ખુબજ વધારે પ્રમાણ વધતું જતું હોવાથી, જેને કેન્દ્રમાં રાખી સમાજ સેવાના મક્કમ વ્રત ધારી, “પ્રો.માહલાં જમસી, ડો. પ્રવીણ મોર્યા (MBBS), ચીમન કનશ્યા (B.Pharm), નિહુલ ચવધરી (BAMS), જીગર પાડવી (M.Sc) ઓમ સાંઈ ક્લિનિકના પૂરી ટીમે અને ખાસ ડો. પ્રવીણ મોર્યા જેમના વિચાર કે આદિવાસી સમાજના બાળકો માટેની સેવાની ભાવના રાખી 14 ઓગસ્ટ 2022ના રોજ નિલ પર્ણ આશ્રમ શાળા ખાંડામાં વિના મુલ્યે એક પણ રૂપિયો લીધા વિના આરોગ્ય કેમ્પ રાખ્યો હતો.

આ કાર્યક્રમમાં આશ્રમ શાળા ના ૧૬૩ જેટલા વિદ્યાર્થીઓની સારવાર યોગ્ય દવા આપી ડો. પ્રવીણ મોર્યાએ કરી હતી. અને વિદ્યાર્થીઓને પોતાના આરોગ્ય માટેની કાળજી કેવી રીતે રાખવી તેની પણ સચોટ માર્ગદર્શન આપી અને કેમ્પને સમાજસેવાના મક્કમ નિર્ધાર સાથે ડૉ. પ્રવીણ મોર્યા સાથે તેમની પૂરી ટીમે સફળ બનાવી હતી.