કપરાડા: અંતરિયાળ વિસ્તારોમાં વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવાઈ પણ છે પણ જેમાં જરૂરીયાત છે એ વિકાસના કામો ની ન વાતો થાય છે ન ગ્રાન્ટ ફાળવાઈ છે કપરાડામાં ઘોટવળ ગામની નાના ભુલકાંઓની જર્જરિત બનેલી શાળા તૂટી પડ્યાની જાણાકારી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે કપરાડામાં ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ મનાવવામાં આવ્યો પણ જર્જરીત શાળાની દુર્દશા સ્થાનિક તંત્ર ને કે નેતાઓને ન દેખાય એવું લાગી રહ્યું છે કપરાડા વિસ્તારમાં ઘણી શાળા ખંડેર સ્થિતિમાં છે. શિક્ષકો દ્વારા નવા ઓરડાની માંગણી પણ કરવામાં આવતી હોય છે પણ નિષ્ઠુર અને બહેરું બનેલું આ તંત્ર નાના ભુલકાંઓ ભય વચ્ચે જે શિક્ષણ લઇ રહ્યા છે તે દેખાતું નથી.
Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડાના ઘોટવળ ગામમાં આવેલી અને વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાની છતનો જર્જરિત થયેલો વચ્ચેનો ઓરડાનો ભાગ તૂટી પડયો હતો શાળામાં ર્ક્ષબંધાનની રજા હોવાના કારણે નાના ભુલકાંઓ મોતના મુખનો કોળીયો બનતા બનતા રહી ગયા હતા. હાલમાં બાળકોને મંદિરના ઓટલે કે કોઈના ઘરે બેસાડવાની નોબત આવી છે. સ્થાનિક વાલીઓનું કહેવું છે કે અમારા ગામની શાળા બો બધા વર્ષોથી ખરાબ હાલતમાં છે પણ વહીવટીતંત્ર આ બાબતે નોંધ લેતું નથી શિક્ષકો જણાવે છે નવા ઓરડા માટે માંગણી કારાઈ છે પણ ઉપરથી કાઈ જ પ્રક્રિયા થતી નથી તો અમે શું કરવાના અમારા બાળકો દરોજ જીવના જોખમે બહાને છે કુદરત મહેરબાન હતી કે આ ઘટના રજાના દિવસે બની નહિ તો અમારા બાળકોની થાત એ તો વિચારતા પણ ડર લાગે છે.

