ચીખલી: ગતરોજ રાત્રીના સમયે અનાવલ, વાંસદા, વઘઈ, આહવા, સુબીર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતાં અચાનક કલાકો સુધી વીજ પુરવઠો બંધ થઈ જતાં વિવિધ તાલુકાના લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના ચીખલી નજીક વીજ લાઈનમાં ટેકનિકલ ખામીને કારણે નવસારી અને ડાંગ જિલ્લાના અનેક ગામો માં વીજ પુરવઠો બંધ થયો હતો. તેના કારણે જિલ્લના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં લાઈટ ન રહેતાં સમગ્ર વિસ્તારમાં અંધારૂપટ છવાઈ ગયું હતું. જેને કારણે જિલ્લાના લોકોને પરેશાનીનો સામનો પણ કરવો પડ્યો હતો. ટેકનિકલ ક્ષતિ ના કારણે વીજ પુરવઠો બંધ થતાં ચીખલી, અનાવલ, વાંસદા, આહવા, વઘઇ, સાપુતારા સહિત ગામડાંઓમાં અંધારપટ છવાતા ભયનો માહોલ પણ સર્જાયો હતો.

ગામડાઓમાં અચાનક વીજ પુરવઠો બંધ રહેતાં સર્જાયેલી પરિસ્થિતિ માં અકળાયેલા લોકો મોડી રાત સુધી વીજ કચેરીનો સંપર્ક ચાલુ રાખ્યો હતો. તો કેટલીક વીજ કચેરીના ફોન પણ સ્વીચ ઓફ કરી દેવાથી વીજ ગ્રાહકો અકળાય ગયા હતા. નવસારી, ડાંગના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો અકળાઈ ગયા હતા. જ્યારે વરસાદ પડી ગયા બાદ અસહ્ય બફારાના કારણે ગ્રામ્ય વિસ્તારોના લોકોની હાલત કફોડી બની હતી.