ઉમરપાડા: આદિવાસી વિસ્તારોમાં 9 ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસને લઈને ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન થયું હતું ત્યારે એક્શન યુવા ગૃપના માધ્યમથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી ઉમરપાડા ગુલીઉમર ખાતે રાત્રિ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી જાણકારી મુજબ કાર્યક્રમમાં કુલદેવી યાહા મોગીની પરંપરાગત પુજા કરીને ઘોરતી યાહકી સમુહ ગીત ગાઇને ગામના મુખી પટેલ રાજુભાઇ વસાવા, ગામના કારભારી જાલમસિગભાઇ, કામદાર જેમાભાઇ,ગામના અગ્રણીઓને આદિવાસી પરંપરાગત ટોપી પહેરાવી ને તેમનું સન્માન કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.સાથે આદિવાસી સંસ્કૃતિ નજરાણું સાથે આપણા આદિવાસી પરંપરાગત વસ્ત્રો, આભુષણો સાથે સંસ્કૃતિનું જીવન શૈલી પરંપરા જાણવાં મળી. વિવિધ આદિવાસી નૃત્ય કૃતિઓ રજુ કરવામાં આવ્યા. સાથે પરંપરાગત પહેરવેશ ફેશન-શો આયોજન કરવામાં આવ્યા હતું ૨૧ જેટલા ભાઇ બહેનો ભાગ લીઘો‌ હતો. ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા હતાં.

સૌ સાથે મળી ઠોલ અને મંજીરા નાદ સાથે ધોધમાર વરસાદ પણ ઠોલ ના નાદ સાંભળી સૌ ઝુમી ઉઠીયા. કાર્યક્રમમાં આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, ગામના લોકો, બાળકો, માતા, બહેનો સૌ કાર્યક્રમ ૨ કલાક પહેલા ધોધમાર ચાલુ હોવા છતાં બધા કાર્યક્રમ ચાલુ થતાં પોતાના આદિવાસી સંસ્કૃતિ પહેરવેશ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એક્શન યુવા ગૃપના વિજય વસાવા, મહેન્દ્ર વસાવા, વિનુ વસાવા ગૃપના સમસ્ત યુવા સાથી, ગ્રામ પંચાયતના સભ્ય દાસુભાઇ વસાવા, પ્રાથમિક શાળા આચાર્ય પ્રકાશ ચૌધરી, મેહુલ ઠંઠ સૌના સહયોગથી કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો.