કપરાડા: આજરોજ ઢોડિયા સમાજ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા કપરાડાના ચવરા ગામમાં પ્રાથમિક શાળાના બાળકોની સાથે સમૂહ ભોજન અને ગામની વૃદ્ધ માતાઓ અને સ્કૂલના બાળકોને અને માતાઓને કપડાંમાં ટ્રેક સુટ 40 અને આ વર્ષમાં પ્રથમ નંબર લાવનાર તેજસ્વી બાળકોને ઈનામ તથા રમતના એક બે સાધનો આપવામાં આવ્યા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ ઢોડિયા સમાજ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના જરૂરતમંદ લોકોને મદદ કરી ગુજરાતના છેવાડાના કપરાડા તાલુકાના ચવરા ગામમાં સવારે 11.00 કલાકથી સાંજે 4.00 કલાક દરમ્યાન પ્રાથમિક શાળાના બાળકોની સાથે સમૂહ ભોજન અને સાથે સાથે ગામની વૃદ્ધ માતાઓ અને સ્કૂલના બાળકોને અને માતાઓને ફૂલ નહિ ફૂલની પાંખડી સમાન કપડાં (ટ્રેક સુટ) આ વર્ષમાં પ્રથમ નંબર વાળાને ઈનામ, બાળકો માટે રમતના એક બે સાધનો વગેરે અને વૃદ્ધ માતાઓ માટે સાડીઓ વિતરણ કરવામાં આવેલ છે
આ કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય શ્રી મુકેશભાઈ અને રવજીભાઈ અને ગાંધીનગર ધોડિયા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી અરવિંદભાઈ, મહામંત્રી કલ્પેશભાઈ, ખજાનચી શ્રી દિપકભાઈ અને સાથી મિત્રો સુનીલભાઈ, ગિરિશભાઈ, શ્રીમતી સરોજબેન ઉષ્મા પટેલ અને ગામના જિલ્લા પચયત સભ્ય શ્રીમતી નિર્મળાબેન જાદવ અને સામાજિક કાર્યકર સુનીલભાઈ હાજર રહ્યા હતા.

