સાગબારા: હવે જ્યારે થોડા દિવસોમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ શહીદ ક્રાંતિકારી ધરતી આંબા બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો (uno)ઘોષિત વિશ્વ આદિવાસી આદિવાસી દિવસની ઉજવણી એટલે કે “International day of the world Indigenous people “ની ઉજવણીના ભવ્ય કાર્યક્રમના આયોજન માટેની સાગબારા તાલુકાના સેલંબા ગામમાં તડામાર તૈયારીઓ ચાલુ છે.

Decision Newsને સ્થાનિક આગેવાનો પાસેથી મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં આશરે 25 થી 30 હજાર આદિવાસીઓ ભાઈઓ તથા બહેનો પોતપોતાના પરંપરાગત વેષ ભુષા અને વાજીંત્રો સાથે સામેલ થઇ માનવ સભ્યતાની ધરોહર આદિવાસી સંસ્કૃતિની ઝાખી કરાવશે. બિરસામુંડાની પ્રતિમા મુકવાની કામગીરી પૂર્ણ થવાની આરે છે અને સભા મંડપ બનાવવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

આદિવાસીની કુળદેવી યાહામોગીના આશીર્વાદથી આ સમગ્ર કાર્યક્રમ બિન રાજકીય રીતે તાલુકાના તમામ આગેવાનો અને આદિવાસી સમાજ સાથે રહીને આ ભવ્ય કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પડે તે બાબતે સતત મિટિંગોનું આયોજન કરી તડામાર તૈયારી કરી રહ્યા છે.