કપરાડા: “શિક્ષણ એ જ કલ્યાણ”ના ઉદેશ્યને સાર્થક કરવા માટે ધ ગૃપ ઓફ હેલ્પિંગ ફ્રેન્ડસના નવયુવાનો પોતાની કમાણીમાંથી નાની નાની બચત કરી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. ત્યારે આ ગ્રુપ દ્વારા ખાતુનિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજની 1 ઓગસ્ટના રોજ ધ ગૃપ ઓફ હેલ્પિંગ ફ્રેન્ડસના નવયુવાનો પોતાની કમાણીમાંથી નાની નાની બચત કરી સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે  વલસાડ જિલ્લાના આદિવાસી એવા કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાતુનિયા ગામની પ્રાથમિક શાળામાં ધો. 1 થી 8ના તમામ બાળકોને દફતર, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, બોલપેન, પાઉચ, પારલે બિસ્કિટ અને છત્રીની સામગ્રી આપવામાં આવી હતી.

કપરાડાના ખાતુનિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ ઉપયોગી જરૂરી ચીજ વસ્તુઓ મળતા તેઓના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા હતા.