ઉમરપાડા: ધી.સુરત ડી.કો.ઓપ.બેક.લી દ્રારા “ગ્રાહક સંમેલન તથા ખેડુત સંપર્ક” અભિયાન નું ઉમરપાડામાં આયોજન કરવામાં આવ્યું. જેમાં બેંકના AGM શ્રી કેતનભાઇ ટેલરના અઘ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.જેમા અતિથિ વિશેષ પદે ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના પ્રમુખશ્રી સામસિંગભાઇ પી વસાવા, સુમુ ના માજી ડિરેક્ટર તથા પુર્વ પ્રમુખશ્રી પરસોત્તમ પાડવી, ઉમરપાડા તાલુકા કારોબારી અધ્યક્ષ મોહન વસાવા, અગ્રણી ડો. બી.બી સિંહ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
Decision Newsને મળેલી માહિતી મુજબ કાર્યક્રમમાં બેંકની વિવિધ સુવિધાઓ તથા યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી આને બેંકની ભાવિ યોજનાઓ વિશે સમજ આપવામાં આવી હતી. સાથે બેંકમાં કિશાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ધિરાણ લઇ ખેડૂતની આવક બમણી કઇ રીતે થાય તે અંગે સમજ આપી હતી.સરકારશ્રી દ્રારા ચલાવવામાં આવતા સખી મંડળને બચત અને ધિરાણ વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી સાથે ઓનલાઇન બેંકીંગ ફિસિલીટી સાથે એટીએમ જેવી ડિજીટલ સુવિધાઓ હાલ બેંક ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.માર્ગદર્શન આપવા આવ્યું. તેમજ આ પ્રસંગે ખેડૂતો દ્રારા એમની રજુઆત કરવામાં આવી કે સૌથી વઘુ ઉંડાણના ગામડાંના લોકો બેંકમાં ખાતા ધરાવે છે,તો આદિવાસી વિસ્તારમાં નવી બેંકની શાખા શરૂ કરવામાં આવે તો દુધ મંડળીના સભાસદો ને વેઠવી પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકાય અને તમામના ખાતામાં પેમેન્ટ મળી જાય એવુ આયોજન કરી શકાય.
ઉમરપાડા ડિસ્ક.કો ઓપરેટીવ બેંકના મેનેજર ચંદુભાઇ વસાવા અને લોન ઇન્સ્પેક્ટર અરવિંદ વસાવા તથા તમામ બેંક સ્ટાફ સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.

