ચીખલી: આજરોજ ધરમપુર તાલુકાના ઓઝર ગામમાં 9 મી ઓગસ્ટ આપણો તહેવાર વિશ્વ આદિવાસી દિવસની તૈયારી અને અન્ય બાબતની આયોજનના ભાગ રૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ અને બંધારણીય અધિકારો પેસા કાનૂન 9 મી ઓગસ્ટ નુ મહત્વ જેવી વિવિધ બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં ધરમપુર તાલુકાના અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ, ડૉ નીતિન પટેલ કિઆના ઓર્થોપેડિક એન્ડ સર્જીકલ હોસ્પિટલ ધરમપુર, ડૉ.હેમન્ત પટેલ સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર, રાજેશ ભાઈ ખારવેલ સરપંચશ્રી ચંપકભાઈ ઓઝર સરપંચશ્રી આ મિટિંગનું આયોજન કર્તા અને સામાજિક કાર્યકર બળવંત ભાઈ, વડીલો, બહેનો હાજર રહ્યા હતાં
આજે અમારા આ ધરમપુર તાલુકાના ડૉ.હેમંત પટેલ અને ડૉ.નીતિન પટેલ કે જેઓ પોતાનું બીઝી સિડ્યુલમાંથી સમાજ માટે સમય કાઢી અને આપણા લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છે દરેક વ્યક્તિ આપણા સમાજના જે ઉચ્ચ હોદ્દા પર બેઠા છે તેઓ પણ જો પોતાનો થોડો સમય સમાજ માટે ફાળવે તો આપણો સમાજ વહેલી તકે એક થઇ શકે છે

