ધરમપુર: ગતરોજ ઢોલડુંગરીનો યુવાનોના 17 દિવસ પહેલા જે ઇકો કારમાં બોપી ગામની ખનકી નદીમાં આવેલા પૂરમાં તણાયા હતા તેમાંથી એક યુવાનની લાશ વાંસદા તાલુકાના ચૌંઢા ગામ પાસેથી પસાર થતી નદીમાંથી મળી હોવાનું લોકો જણાવી રહ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ લાશ ધરમપુર તાલુકાના ઢોલડુંગરી ગામે રહેતા જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલની છે જેઓ પોતાના મિત્રો સાથે 10મી જુલાઈના રોજ તેના સાસરીના મરલા ગામના મિત્ર પાસે 15-CG-9505 નંબરની કાર લઈને નડગધરી ગામે ટ્રેકટર રિપેરીંગ કરવા ગયા હતા. ત્યારે 11મી જુલાઈએ લગભગ 2.15 વાગ્યાની આસપાસ બોપી ગામના ખનકી (કોતરડુ)ના પુલ ઉપરથી પસાર થતા હતા તે ગાળામાં પૂરના પાણીમાં તણાય ગયા હતા
હાલમાં જ વાંસદા તાલુકાના ચૌંઢા ગામની તાન નદીના કિનારે ઉગી નીકળેલા વેલા અને ઝાડી ઝાંખરામાં જયંતિભાઈ નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના અંગે વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

