વાંસદા: છેલ્લા ત્રણ ચાર દિવાસોથી વાંસદા તાલુકામાં મેઘરાજાના આક્રમક સ્વરૂપ ધારણ કર્યા હોઅવાના કારણે ગઈકાલે વાંસદામાં ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 12 કલાકમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે.
Decision News એ મેળવેલી માહિતી મુજબ વાંસદામાં સવારે 6 વાગ્યાની વહેલી સવારે શરૂ થયેલ ધોધમાર વરસાદ સાંજના 6 વાગ્યા સુધી 164 મિ.મી (6.56 ઈંચ) વરસ્યો હોવાના નોંધ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર વાંસદા પાટા ફળિયા થઈને ચારણવાડા જતાં રસ્તા પર આવતી નદીના પુલ પર પાણી પાણી થઇ જતાં લોકો ઘેરાયા હતા અને વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો.
વાંસદામાં પોલીસ સ્ટેશન નજીક હાથીખાના પાસેની ગટર બંધ થઇ જતાં રોડ પર પાણી ભરાતા વાહનચાલકો અને લોકો અટવાયા હતા. આમ વાંસદાના ઘણાં ગામડાઓમાં વરસાદના પાણીથી નદી-નાળા છલકાયા હોવાનું લોકો જણાવી રહ્યા છે.











