અરવલ્લી: ગતરોજ ભિલોડા તાલુકાના મામલતદાર ઓફિસ પર ૧૨.૩૦ કલાકે વિવિધ સંગઠન ધ્વારા, ભારતના સંવિધાન મુજબ ગુજરાત રાજ્યના સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય તમામ આદિવાસી મિત્રોને હાજર રહ્યા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ મામલતદાર કચેરી ખાતે વિવિધ સંગઠન દ્વારા, ભારતના સંવિધાન મુજબ ગુજરાત રાજ્યના સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય થઇ રહ્યો છે. એ અંગે અનુસૂચિત જનજાતિનાં ખોટા જાતિ પ્રમાણ લેનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા બાબતે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું.
વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતમાં અનુસૂચિત જનજાતિનાં ખોટા જાતિ પ્રમાણને લઈને આદિવાસી વિસ્તારોમાં લોકો દ્વારા ખુબ જ હંગામો થઇ રહ્યો છે ત્યારે આવનારા સમયમાં વહીવટીતંત્ર શું એક્શન લેશે એ જોવું રસપ્રદ રેહશે એ નક્કી છે.