વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે L&T public charitable trust અને CHETANA સંસ્થાના સંયુક્ત ઉપક્રમે “આરોગ્ય” પ્રોજેકટનો ઉદ્ધાટન સમારોહ વાંસદા તાલુકા પ્રમુખ શ્રી શાંતુભાઈ ગાંવીતના અધ્યક્ષ સ્થાને યોજાયો.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે “આરોગ્ય” પ્રોજેક્ટનો ઉદ્ધઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદા તાલુકાના ગામોમાં સગર્ભા, ધાત્રી, કીશોરીઓ અને પાંચ વર્ષ સુધીના બાળકોના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વાંસદા તાલુકા પ્રમુખ શ્રી શાંતુભાઈ ગાંવીત ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રમોદ પટેલ, CDPO શ્રીમતી દક્ષાબેન, ICDS સુપરવાઈઝર શ્રીમતી ભાવનાબેન, શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ, શાળાના શિક્ષકો, ઘોડમાળ ગામના સરપંચ શ્રીમતી નવસીબેન દિનેશભાઇ ગાંવીત, L&T સંસ્થામાંથી પ્રોજેકટ કોડીનેટર શ્રી પ્રકાશભાઈ ગામીત, CHETANA સંસ્થામાંથી શ્રીમતી શ્રદ્ધા બેટાઈ તેમજ આંગણવાડી કાર્યકરો, ગામના આગેવાનો, વડીલો , ભાઈ- બહેનો, સગર્ભા બેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Bookmark Now (0)