કપરાડા: આજરોજ ગ્રામ પંચાયત કચેરી, કપરાડા ખાતે 15મું નાણાંપંચ અને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કપરાડા ગામને સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ બનાવવા ઘન કચરાના નિકાલ માટે ટેમ્પો- ડસ્ટબીનનો શુભારંભ થયો.
Decision Newsને મળેલી માહિતી મુજબ ઘન કચરાના નિકાલ માટે ટેમ્પો-ડસ્ટબીનનો શુભારંભ વારોલી તલાટ જિ. પં. સદસ્ય શ્રીમતિ દક્ષાબેન ચેંદરભાઈ ગાયકવાડના શુભહસ્તે કરવામાં આવ્યું. ડિજીટલ ગામ કપરાડા અંતર્ગત CCTV (સીસીટીવી) કેમેરાનું લોકાર્પણ કપરાડા તાલુકા કારોબારી અધ્યક્ષા શ્રીમતિ ધયત્રીબેન અશ્વિનભાઈ ગાયકવાડ અને જિ. પં. સદસ્ય શ્રીમતિ દક્ષાબેન ગાયકવાડની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
આ પ્રસંગે સરપંચ શ્રીમતિ શાંતિબેન મુહુડકર, ગ્રા. પં. સદસ્યો, તા. પં. ઉપપ્રમુખશ્રી ગોપાળભાઈ ગાયકવાડ, ગામના માજી સરપંચશ્રી / કપરાડા ભાજપા સંગઠન ઉપપ્રમુખશ્રી ચેંદરભાઈ ગાયકવાડ , મહામંત્રીશ્રી શૈલેષભાઈ તુંબડા, કારોબારી સભ્યશ્રી મનિષભાઇ ભરસટ, જિ. યુવા મોરચો ઉપપ્રમુખ કિરણ ભોયા, તા. યુવા મોરચો મહામંત્રી દિવ્યેશ રાઉત, તા. આઈ ટી સેલ સહ ઇન્ચાર્જ કિરણ પવાર તેમજ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.