ગુજરાત: ભાવનગરમાં આવેલી ગાંધી મહિલા કોમર્સ અને આર્ટસ કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને એક નોટિસ પાઠવી શેક્ષણિક સંસ્થાને બદલે જાણે આ કોલેજ ભાજપની એક સંસ્થા હોય તેમ સભ્ય બનવા વિદ્યાર્થીનીને આદેશ આપવામાં આવ્યો છે

Decision Newsને મળેલી માહિતી મુજબ આ પ્રકરણને લઈને વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ તેમજ સેનેટ સભ્યો દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આજરોજ એટલે કે સોમવારના દીને બપોરે 12:30 કલાકે આ કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા અને કોના આદેશથી નોટિસ જાહેર કરવામાં આવી છે તેની માહિતીની માંગ યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ કચેરી ખાતે કરવામાં આવશે.

કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ આ વિવાદિત નોટિસને પણ સાથે જાહેર કરી છે. આ કોલેજના આચાર્યના નામે એક નોટીશ પ્રસિદ્ધ કરવામાં આવી છે કે કોલેજના તમામ વિધાર્થિનીઓએ ભાજપમા પેજ કમિટીના સભ્ય તરીકે નોંધણી માટે આવતીકાલથી પાસપોર્ટ સાઈઝનો ફોટો લાઈનેં આવવો અને સભ્ય બનવા માટે કોર્પોરેશનની હદની અંદર રહેતી વિદ્યાર્થીનીઓ જ સભ્ય બની શકશે. ભાજપમાં સદસ્યતા અભિયાનમાં જોડાવવા વિદ્યાર્થીનીઓએ મોબાઈલ લઈને આવવા જણાવ્યુ છે.