કપરાડા: હાલમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે ત્યારે કપરાડામાં વરસી અને પણ વાવાઝોડાં સાથે ત્રાટકેલા વરસાદમાં એક નેવુંભાઈ ગજુભાઈ બિરારી નામના આદિવાસી ખેડૂતનું ઘર ધરાશાયી થઈ ગયું હોવાની વિગત મળવા પામી છે
કપરાડામાં છેલ્લા ત્રણ-ચાર દિવસ થી પવનના સુસવાટા સાથે પડી રહેલો ભારે વરસાદના કારણે ખુંટલી ગામના નેવુંભાઈ ગજુભાઈ બિરારીનું ઘર ધરાશાયી થઈ ગયું હોવાની વિગત મળવા પામી છે.ચોમાસાની શરૂઆતમાં જ ઘર તૂટી પડતા વ્યાપક નુકશાન સાથે ઘર વિહોણા બનેલા પરિવાર ની હાલત દયનિય થવા પામી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકા ચોમાસાની એન્ટ્રી ખૂબ જ ધમાકેદાર રહી હતી. છેલ્લા ત્રણ-ચાર દિવસ થી ભારે પવન સાથે પડી રહેલો વરસાદથી શાકભાજીના મંડપ ધરાશયી થઈ ગયા હોવાની વિગતો મળી રહી છે. જેમાં ગત તારીખ ૨૩/૬/૨૦૨૨ ના રાત્રે ભારે વરસાદના કારણે એક ગરીબ પરિવારનું ઘર જમીનદોસ્ત થયું હોવાની વિગત મળવા પામી છે. જે અંગે સંબધિત તંત્ર તાત્કાલિક સ્થળ પર તાપસ કરી ઘર વિહોણા બનેલા પરિવારેને સહાય અને સહકાર મળે તે ખુબજ જરૂરી છે.