મહુવા: ક્યારેક બીજાના માટે ખોદેલો ખાડો આપણને જ નુકશાન કરે છે આ વાક્ય સાર્થક થતું હોય એમ મહુવાના  વેલણપુર ગામમાં ખેતરના પાકને નુકશાન કરતા જંગલી ડુક્કર માટે ખેતરની ચારે તરફ તારનું ફેન્સિંગ કરી વીજ જોડાણ અપાયું હતું તેમાં ચાર કાપવા ગયેલી એમ મહિલાને જ કરંટ લાગતા મહિલાનું ઘટના સ્થળે પર જ મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

ઉલ્લેખનીય છે આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોના પાકને આ જંગલી ડુક્કરો ખુબ જ નુકશાન કરી રહ્યા છે તેવામાં મહુવા તાલુકા વેલણપુર ગામના ખેડૂતોએ પોતાના પાકને બચાવવા જંગલી ભૂંડો માટે ખેતરની આજુબાજુ તારનુ ફેન્સિંગ બનાવી નજીકમાં આવેલા વીજપોલ પરથી ઈલેક્ટ્રિક સપ્લાય ફેન્સિંગના તાર પર આપી કરંટ છોડી ડુક્કરોને પાઠ ભણાવવાનું આયોજન કર્યું હતું પણ દાવ ઉલટો થઇ ગયો વેલણપુર ગામની જ નાયકીવાડ ફળિયાની રેખાબેન ભરતભાઈ નાયકા નામની મહિલા ખેતરમાં ચાર કાપી રહ્યા હતા ત્યારે તેઓ ફેન્સિંગ તારને અડી જતા તેમને કરંટ નો ઝટકો લાગ્યો અને તેઓ ગંભીર રીતે દાઝી ગયા ને જગ્યા પર જ મોતને ભેટ્યા હતા.

સ્થાનિક સુત્રો સાથે ફોન પર થયેલી વાતચીતમાં Decision Newsને જણાવે છે કે આ ઘટનાને લઈને મૃતક મહિલાના પતિએ મહુવા પોલીસ સ્ટેશનમાં ફેન્સિંગ પર વીજ કરંટ લગાવનારા દાનીયેલ રમેશભાઈ નાયકા અને ધર્મેશ રમેશભાઈ નાયકા વિરુદ્ધ ફરિયાદ લખવી છે જેની પોલીસે આગળની તપાસ હાથ લીધી છે.