વાંસદા: ગુજરાત સરકાર 23 જુનથી 25 જુન સુધી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી રહી છે ત્યારે આજરોજ વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આદિવાસી લીડર અને ગામના સરપંચ મહેન્દ્ર પટેલે Decision Newsને જણાવ્યું કે આજે અમારા ગામના નાનાં ભૂલકાઓ શિક્ષણમાં પોતાના જીવનનું પહેલું પગથિયું ચઢવા જી રહ્યા છે ત્યારે ખરખર આજનો આ દિવસ મારા માટે ખુબ જ મહત્વનો દિવસ છે મારા ગામની આ બાળકો ભાવિ પેઢી છે અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારાથી બનતી તમામ કોશિશ અમે કરીશું ખરેખર આ ભૂલકાઓને જોઈ મને મારા બાળપણના સ્કુલના દિવસો યાદ આવી ગયા છે. આ બાળકો ખુબ પ્રગતિ કરે એવી પ્રકૃતિને પ્રાર્થના કરું છું
આ શાળા પ્રવેશોત્સવની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લાના સામાજિક વનરક્ષક ભાવનાબેન દેસાઈ અને આદિવાસી સમાજના હક, અધિકારની લડાઈમાં હંમેશા અગ્રસર રેહતા ગામના સરપંચ મહેન્દ્રભાઈ નગીનભાઈ પટેલ અને ગામ આગેવાનો વડીલો માતાઓ અને પોતાના જીવનમાં શિક્ષણ ક્ષેત્રમાં પ્રથમ પગલું માંડનારા નાના ભૂલકાઓ ઉપસ્થિતિ રહી હતી.