વઘઈ: આપલી સંસ્કૃતિ તીજ આપલી અસલ ઓળખ..ના વિચાર સાથે આજરોજ આદિવાસી અસ્તિત્વ બચાવો સંયુક્ત સંઘર્ષ સમિતિ દ્વારા આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવ 2022નું આયોજન વઘઈ તાલુકાના ચિકાર રંભાસ ગામમાં સાંજના 6:00 કલાકે કરવામાં આવ્યું છે.

આ આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવ 2022માં ભાગ લેવા સમસ્ત આદિવાસી લોકો ભાવભીનું આમંત્રણ પાઠવામાં આવ્યું છે આ મહોત્સવમાં મુખ્યત્વે જળ જંગલ જમીન એ આપણા આદિવાસી સમાજનું અસ્તિત્વ છે તેનું રક્ષણ કરીએના મુદ્દા પર બધાજ આદિવાસી જન ભેગાં મળીને ચર્ચા- વિચારણા કરશે.

આયોજકોનું કહેવું છે કે ધીમે ધીમે આદિવાસી યુવાપેઢી અસલ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, રીતરીવાજો વગેરેને વિસરતી જાય છે ત્યારે આપણા સમાજના અસ્તિત્વ સમાન આપણી સંસ્કૃતિનો વારસો આપણે આપણી આવનાર જનરેશનને આપવો ખુબ જ જરૂરી છે અને તેના માટે આ સાંસ્કૃતિક મહોત્સવ 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આવા સાંસ્કૃતિક મહોત્સવ બધા જ આદિવાસી વિસ્તારોમાં યોજવા જોઈએ એવી અમારી અપેક્ષા છે જેની શરૂવાત અમે ડાંગના જિલ્લાના ચિકાર રંભાસ ગામથી કરી રહ્યા છે.