પારડી: જીવનદીપ હેલપિંગ હૅન્ડ ગ્રુપ ગરીબ આદિવાસી બાળકો માટે શાળાના દરેક સત્રમાં જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલબેગ, કમપાસ બોક્સ, ભોજન માટે ડબ્બા ,નોટબૂક, પેન્સિલ, રબર, જેવી અભ્યાસમાં જરૂરી સામગ્રી પૂરું કરવાનો બધા મિત્રોના સહયોગથી મહદઅંશે પ્રયાસરત છે.

જીવનદીપ હેલપિંગ હૅન્ડ ગ્રુપ અપીલ કરે છે કે આપ પણ આપના કમાણીના હિસ્સામાંથી નાનો અમથો ભાગ ગરીબ અસહાયક બાળકો માટે આપી એમાં સહભાગી બની શકો છો જેથી આપણે વધારે માં વધારે જરૂરિયાતમંદ બાળકો સુધી અભ્યાસને લગતી સામગ્રી પોહચાડી શકીએ અને એમનું શિક્ષણક્ષેત્રમાં ઉજવાળું પાથરી શકીએ. સહભાગી થવા નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરી શકો

આપણે સૌ ને જાણીએ છીએ કે  જો આપણે કોઈને પાણીનું દાન કરીશું તો તેના શરીરમાં 5 -6 કલાક રહેશે, અન્નનું દાન કરશું તો 24 – 72 કલાક રહેશે, વસ્ત્રનું દાન કરશું તો 1 -2 વર્ષ, પણ જ્યારે આપણે જરૂરિયાતમંદ બાળકમાં શિક્ષણનો પાયો રોપશું તો એની આવનારી આવનારી 7 પેઢીનું જીવન બદલાઈ જશે…!! આ ભગીરથ કાર્યમાં સહકાર આપશો. લિ. જીવનદીપ હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ પરિવાર.. પારડી વલસાડ