ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના બહેજ ગામમાં ઉનાળું રજાઓમાં આદિવાસી વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ માટેનું તાલીમપર્વ બહેજ ગામની પ્રાથમિક શાળામાં ચાર દિવસીય ગ્રિષ્મ બાળ શિબિરની ઉજવણી કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ શિબિરમાં આસપાસના ગામોમાં સૌ બાળકોનો શૈક્ષણિક માનસિક શારીરિક વિકાસ થાય તે હેતુથી અલગ અલગ પ્રવૃત્તિઓ જેમકે વિડિયો, રમતો, સ્પર્ધા, વાર્તાઓ, નુત્ય, ચિત્રકામ વગેરેની પ્રવૃત્તિ શીખાવવામાં આવી હતી.

શિબિર દરમિયાન બહેજના સરપંચપતિ રાજેશભાઈ તથા દિવાળીબેન ટ્રસ્ટના સંયોજક ઉત્પલભાઈ મનોજભાઈ અને અન્ય મિત્રો હાજર રહી ઉનાળું બાળ શિબિર ને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી.