વાંસદા: ચોરીની ઘટના રાત્રીએ બને એ તો માન્યામાં આવે આજે વાંસદાના હનુમાનબારી ચાર રસ્તા પર ધોળા દિવસે ઓમ મશીનરીની દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકના ખિસ્સામાં રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કરતાં બે માંથી એક ચોર પકડાયાની એક ઘટના સામે આવે છે.

જુઓ વિડીયો..

ઘટના સ્થળ પર હાજર લોકોએ Decision Newsને જણાવ્યું કે વાંસદાના હનુમાનબારી ચાર રસ્તા પર ધોળા દિવસે ઓમ મશીનરીની દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકના ખિસ્સામાં રૂપિયા ચોરી કરવાનો ચોર પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ગ્રાહકને ખબર પડી જતાં ચોર- ચોર એમ બુમો પાડતા લોકો એકઠા થઇ ગયા હતા અને ચોરને પકડી બરાબરનો મેથીપાક આપ્યો હતો. લોકોનું કહેવું છે કે બે ચોર હતા એક ભાગી ગયો હતો આ ઘટનાની વાંસદા પોલીસને જાણ કરી પોલીસ આવે ત્યાં સુધી દોરડાથી બાંધી રાખવામાં આવ્યો હતો.

બાદમાં વાંસદા પોલીસ આવી અને ચોરનો કબજો લઇ પોલીસ સ્ટેશન રવાના થઇ હતી હવે પછી આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરી છે.