આજ રોજ ખેરગામમાં આદિવાસી આગેવાનો અને સરપંચો દ્વારા વાંસદા-ચીખલી વિધાનસભાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ સાથે લુન્સીકૂઇ મેદાન ખાતે GEB આઉટસોર્સિંગના કર્મચારીઓના હક અધિકારની માગણી કરતા કર્મચારીઓને સમર્થન આપવા ગયા હતા ત્યારે પોલીસ દ્વારા ગેરવર્તન કરી સરકારી વાહનમાં બેસાડતી વખતે LCB PI દીપક કોરાટે કોણીથી અનંત પટેલનું ગળું દબાવ્યું હોવાને લઇ અને GEB આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હોવાને લઇ તેના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, નવસારી જિલ્લાના લુન્સીકૂઇ મેદાન ખાતે GEB આઉટસોર્સિંગના કર્મચારીઓના હક અધિકારની માગણી માટે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવાની હતી. પરંતુ ત્યાં LCB ના PI દીપક કોરાટે વાસદા ચીખલીના ધારાસભ્યશ્રી અનતભાઈ પટેલને જેઓ આદિવાસી સમાજના દરેક પ્રશ્નોને વાચા આપતા હોય છે. જેમનું આયોજનપૂર્વક ગળાના ભાગને હાથની કોણીથી દબાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હોય, જેના આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આદિવાસી સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઇ રહી છે. સાથે જ જેટકોના કર્મચારીઓ અને પત્રકારો સાથે પણ ગેરવર્તન કરવામાં આવેલ હોવાથ આજે રજૂઆત કરવા આવ્યા છે.

તેમને વધુમાં જણાવ્યું છે કે, આવું બીજા કોઈ પણ ધારાસભ્ય અને સામાજિક કાર્યકર્તા, પત્રકારો સાથે ન બને તે માટે તાત્કાલિક આવા અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે. આવું કૃત્ય કરનાર LCB ના PI ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે.

Bookmark Now (0)