રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને બંગલાદેશના રેલવે પ્રધાન મોહમ્મદ નુરુલ ઇસ્લામ સુજોને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ન્યુ જલપાઇગુડી અને ઢાકા (બંગલાદેશ)ની વચ્ચે ‘મિતાલી એક્સપ્રેસ’ને લીલી ઝંડી બતાવી હતી. બંને દેશોની વચ્ચે આ ત્રીજી પેસેન્જર ટ્રેન છે, જે આજે નવી દિલ્હીમાં રેલવે ભવનથી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. આ નવી ‘મિતાલી એક્સપ્રેસ’ ટ્રેન ન્યુ જલપાઇગુડી-ઢાકા ટ્રેન (13132) સપ્તાહમાં બે દિવસ-રવિવારે અને બુધવારે દોડશે.
આ ટ્રેન પરત ફરતાં ઢાકા કેન્ટોનમેન્ટ-ન્યુ જલપાઇગુડીની વચ્ચે સોમવારે અને ગુરુવારે દોડશે. આ પ્રસંગે રેલવેપ્રધાને કહ્યું હતું કે મિતાલી એક્સપ્રેસને બંને દેશોની વચ્ચેની મિત્રતાને મજબૂત કરવા માટે પાયાનો પથ્થર ગણાવી હતી.
Strengthening India- Bangladesh Relationship
– Offering reliable, affordable & comfortable mode of transport.
– Facilitating easy movement of goods & passengers.
– Promoting regional connectivity & tourism.
– Increase in economic activity. pic.twitter.com/DTPNATiaHc— Ministry of Railways (@RailMinIndia) June 1, 2022
એક અધિકારીએ કહ્યું હતું કે, અમે પ્લેટફોર્મ પર અનેક CCTV કેમેરા સ્થાપિત કર્યા છે અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનને દરેક ખૂણે બેસાડ્યા છે. આ સથે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ટ્રેન હલ્દીબાડી સ્ટેશને લઈ જશે અને ઝીરો લાઇન પર બંગલાદેશને સોંપી દેશે.
ઉત્તર-પૂર્વના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર સવ્યસાચી ડેએ જણાવ્યું હતું કે, આ નવી ટ્રેન સર્વિસ શરૂ થવાથી બંને દેશોના વેપારી સંબંધો અને આર્થિક-સામાજિક કામગીરીમાં વધારો થશે. પેસેન્જરો સરળ રીતે બંને દેશોમાં આવ-જા કરી શકશે. વળી, આ ટુરિઝમ ક્ષેત્રે બંગાળના ઉત્તર વિસ્તારમાં લાભ મળશે, બંને દેશોના પેસેન્જરોને આ ટ્રેનની ટિકિટ ન્યુ જલપાઇગુડી સ્ટેશનથી અને કોલકાતા સ્ટેશનથી મળશે.