હાલમાં સોશિયલ મીડિયામાં TATA IPL દ્વાર ફ્રી રિચાર્જનો દાવો કરતી લિંક વાયરલ થઈ રહી છે. પરંતુ આ લિકન વાસ્તવિક ન હોવાનું સામે આવ્યું છે. આવા ઓનલાઇન ઠગોથી સાવધાન રહેવા ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

સાયબર ક્રાઇમ પોલીસ ભરૂચ ટ્વિટ કર્યું છે કે, ઠગાઈથી બચવા આ પ્રકારની લિંક તમારા પાસે આવે તો આવી કોઈ લિંક પર ક્યારેય ક્લિક કરવું નહિ કે તેને ફોરવર્ડ કરવું નહિ, આવી લાલચ આપતી તપામ ઓફરો થી દૂર રહેવાની અપીલ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે આજે સવારથી વોટ્સએપ ગ્રુપમાં ફરી રહેલ લીંકમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત ટાઇટન્સને ફાઇનલ જીતવાની ખૂશીમાં ટાટા આપી રહ્યું છે બધા ભારતીય વપરાશ કરતાઓને 599નું 3 મહિના માટે રિચાર્જ ફ્રીમાં આપવાનું વચન આપ્યું હતું આવી લિંક થી સાવધાન રહી લિંક ન ખોલવાની અને ફોરવર્ડ ન કરવા માટે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. સાવધાન રહો સતર્ક રહો અને લોકોને જાગૃત કરો.