ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનની બીજી ક્વોલિફાયર મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ભૂતપૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. ગત મેચમાં મળેલી હારને ભૂલીને રાજસ્થાન રોયલ્સની ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગશે. જ્યારે છેલ્લી મેચમાં જીત બાદ બેંગ્લોરની ટીમનો ઉત્સાહ ટોચ પર છે.
આરસીબીએ પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે એલિમિનેટરમાં લખનઉને હરાવ્યું હતું. રાજસ્થાનની ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગઈ હતી. લખનઉ સામેની જીત બાદ આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમદાવાદમાં ફરી રમવા માટે ઉત્સુક છું. અમે અમારા પ્રદર્શનથી ખુશ છીએ અને ખૂબ જ ઉત્સાહિત પણ છીએ.
એલિમિનેટરમાં કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રજત પાટીદાર ફોર્મ જાળવી રાખવા માંગશે. કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પ્રદર્શનમાં સુધારો કરવા માંગશે. RCB માટે ‘ફિનિશર’ની ભૂમિકા ભજવી રહેલા દિનેશ કાર્તિક પણ શાનદાર ફોર્મમાં છે.
હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજનું પ્રદર્શન ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે. જોશ હેઝલવુડે ડેથ ઓવરોમાં સારી બોલિંગ કરી બેગ્લોરને લખનઉ સામે વિજય અપાવ્યો હતો. બીજી તરફ જોસ બટલર અને સંજુ સેમસન બેગ્લોર માટે પડકાર ઉભો કરી શકે છે. સેમસન સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલવા માંગે છે. અનુભવી ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિન ગુજરાત સામે ખરાબ ફોર્મમાં દેખાતો હતો.
આરસીબીની સંભવિત પ્લેઇંગ ઇલેવન: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, શાહબાજ અહમદ, વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને જોશ હેઝલવુડ
રાજસ્થાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજૂ સૈમસન, દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમેર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝર્વેન્દ્ર ચહલ, ઓબેદ મૈકોય