દક્ષિણ ગુજરાત: અત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં લાગવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે નું જણાવી આગામી 25મી મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 25મી મેના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી તેમજ ડાંગ વગેરે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ કાળઝાળ ગરમીના કારણે અમદાવાદમાં સતત બીજા દિવસે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ સિવાય ગાંધીનગરમાં 43 અને સુરેન્દ્રનગરમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવે હવામાન ખાતું કેટલું સાચું ઠરે છે એ જોવું રહ્યું.

