વિશ્વનું સૌથી મોટું મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ સબ્સ્ક્રિપ્શન આધારિત મોડેલ એટલે કે વોટ્સએપ પ્રીમિયમનું પરીક્ષણ કરી રહ્યું હોવાના અહેવાલ છે. એપ્લિકેશન સાથે સંબંધિત અપડેટ્સને ટ્રેક કરતી ટેક વેબસાઇટ WABetainfoના જણાવ્યા મુજબ વોટ્સએપ બિઝનેસ માટે નવા મોડેલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સબ્સ્ક્રિપ્શન પ્લાનમાં તમારા બિઝનેસને આગળ વધારવા માટે અમુક ફીચર્સ આપવામાં આવશે, જેના માટે તમારે પૈસા ચૂકવવા પડશે. અહેવાલો એમ પણ સૂચવે છે કે, વોટ્સએપ બિઝનેસ યુઝ કરતાં લોકો એપ્લિકેશનના કરન્ટ વર્ઝન સાથે જ વોટ્સએપ પ્રીમિયમનો ઉપયોગ કરી શકે છે.

વોટ્સએપ ના પ્રીમિયમ ફીચરે એપ્રિલની શરૂઆતમાં જ હેડલાઇન્સ બનાવી હતી અને અહેવાલ મુજબ કંપનીઓને પ્રીમિયમ પ્લાન સબ્સ્ક્રાઇબ કર્યા પછી ૧૦ ડિવાઇસમાં વોટ્સએપ એકસાથે લિંક કરવાની મંજૂરી આપશે. WABetainfoના જણાવ્યા મુજબ વોટ્સએપ પ્રીમિયમનું હાલમાં એન્ડ્રોઇડ, ડેસ્કટોપ અને IOS ડિવાઇસ માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલ આ સેવા ફક્ત business એકાઉન્ટ્સ માટે જ વિકસાવવામાં આવી છે. જોકે, સબ્સ્ક્રિપ્શન્સ વિશે હજુ વધુ માહિતી મળી નથી પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ મોડેલ વોટ્સએપ બિઝનેસ યુઝર્સ માટે ઘણાં બધા ફીચર્સ લોન્ચ કરશે.

વોટ્સએપ પ્રીમિયમ સંભવિત ફીચર્સ :

૧ ટેક પોર્ટલે જણાવ્યું છે કે, પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન એકાઉન્ટ્સને ચાર ડિવાઇસની મર્યાદાને દૂર કરીને 10 ડિવાઇસીસને એકસાથે લિંક કરવાની સુવિધા આપવામાં આવશે.

૨ આ મેસેજિંગ પ્લેટફોર્મ યુઝર્સને અનન્ય કસ્ટમ બિઝનેસ લિંક્સ બનાવવાની મંજૂરી પણ આપશે. આ કસ્ટમ લિંક્સનો ઉપયોગ બિઝનેસ કરતાં લોકોનો ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવા માટે થઈ શકે છે.

3 આ કસ્ટમ લિંક શોર્ટ લિંક જેવો જ હેતુ પૂરો પાડે છે જોકે, કસ્ટમ લિંક બિઝનેસની રિકોલ વેલ્યુમાં વધારો કરશે અને તેમના બ્રાન્ડિંગમાં પણ મદદ કરશે. પોતાના ગ્રાહકોને એક મૂલ્યવાન અનુભવ આપવા માટે વોટ્સએપ નિરંતર કંઈક નવું લાવ્યા રાખે છે.

૪ આ અઠવાડિયાની શરૂઆતમાં એવા અહેવાલ આવ્યા હતા કે, મેસેજિંગ એપ્લિકેશન એક નવા ફીચર પર કામ કરી રહી છે, જે યુઝરને અન્ય ગ્રુપ મેમ્બર્સને જાણ થયા વિના ગ્રુપમાંથી EXIT કરવાની મંજૂરી આપશે.

૫ આ તમામ અપડેટ્સ ડેવલપમેન્ટના જુદા-જુદા તબક્કામાં લોન્ચ થશે એવું માનવામાં આવે છે. કેટલાક ફીચર્સ અંગે ટૂંક સમયમાં જ જાહેરાત થઈ શકશે તો કેટલાક ફીચર્સ માટે તમારે હજુ થોડી રાહ જોવી પડશે.