ધરમપુર: ગુજરાતમાં 20મી મેના રોજ વિશ્વ મધમાખી દિવસ પર મોટા રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ વલસાડ જીલ્લાના ધરમપુરની ધ મેંગો ટ્રી સોસાયટી ખાતે વિશ્વ મધમાખી દિવસની ઊજવણી કરવામાં આવી હતી

Decision Newsને મળેલી માહિતી મુજબ આદિવાસી એકતા પરિષદ ધરમપુરના પ્રમુખ કમલેશભાઈ પટેલ જણાવ્યું કે ગણગણ કરતી ફૂલો પર ઊડાઊડ કરતી મધમાખીઓ આજે તકલીફમાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી મધમાખી સંરક્ષણ માટે વિશ્વવ્યાપી પ્રયાસો થઈ રહ્યા છે. દર વર્ષે ૨૦ મે વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવાય છે.

આ ઉપરાંત વધુમાં કહ્યું કે સામાન્ય રીતે જોઈએ તો હાલમાં મધમાખીઓની ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ પ્રજાતિઓ છે.  દુનિયાના ૧૦૦ પ્રકારનાં ફળોના ઉત્પાદનમાં મધમાખીઓનું યોગદાન છે. પર્યાવરણ અને તેના જીવજંતુ પ્રાણીઓ સાથે આદિવાસી લોકોના સંબંધો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Bookmark Now (0)