ભારતમાં 5G કોલનું પહેલું સફળ પરીક્ષણ થયું છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને ITપ્રધાન અશ્વિની વૈષ્ણવે IIT મદ્રાસમાં સફળતાપૂર્વક 5G કોલ કર્યો હતો. સંપૂર્ણ એન્ડ ટુ એન્ડ નેટવર્કને દેશમાં ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે. સંદેશવ્યવહાર પ્રધાને ક્રૂ પર પોસ્ટ કર્યું છે કે IIT મદ્રાસમાં 5G કોલનું સફળતાપૂર્વ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
વડા પ્રધાન મોદીના વિઝનનો આ અહેસાસ છે. તેમની દૂરદ્રષ્ટિ દેશમાં વિકસિત આપણી 4G અને 5G ટેક્નોલોજી છે, જે વિશ્વ માટે ભારતમાં બની છે. આપણે આ નવી ટેક્નોલોજીથી વિશ્વ જીતવાનું છે, એમ વૈષ્ણવને વિડિયો કોલમાં કહેતા સાંભળવામાં આવ્યા હતા.
भारत में विकसित 4G और 5G नेटवर्क, प्रधानमंत्री श्री @narendramodi जी के आत्मनिर्भर भारत के संकल्प को सिद्ध करने का प्रयास है। https://t.co/F3OO9vz6vr
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 19, 2022
આપને જણાવી દઈએ કે, આ મહિનાના પ્રારંભે વડા પ્રધાન મોદીએ IIT મદ્રાસમાં દેશના પહેલા 5G પરીક્ષણનું ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આગામી દોઢ દાયકામાં 5G થી દેશના અર્થતંત્રમાં 450 અબજ ડોલરનું યોગદાન થવાનું છે અને એનાથી દેશનો વિકાસ અને રોજગારી નિર્માણને વેગ મળશે.
આ પ્રોજેક્ટને રૂ. 220 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો હતો, એમ વડા પ્રધાનની ઓફિસે જણાવ્યું હતું. આ દરમ્યાન વૈષ્ણવે ચેન્નઈ એગ્મોર રેલવે સ્ટેશન અને એગ્મોર રેલવે સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતનું ગાંધીનગર અને મધ્ય પ્રદેશનું રાણી કમલાપતિ સ્ટેશન વિશ્વ કક્ષાના છે. મધ્યમ અને મોટા રેલવે સ્ટેશનનોને પુનર્વિકાસ કરવામાં આવશે.

