ગુજરાત: તાજેતરમાં એક મિટિંગ મળી આદિજાતિ મંત્રી નરેશ પટેલે આદિવાસી નેતાઓ સાથે બેઠક કરી આદિવાસીના ખોટા પ્રમાણપત્ર મુદ્દે ચર્ચા-વિચારણા કરાઈ હતી જેમાં નિર્ણય કરાયો કે કોઈ પણ બાબતે બાંધ છોડ નહિ કરવામાં આવે. પણ ઘણા સાચા આદિવાસી લોકોને પ્રમાણપત્ર નથી મળ્યા તેવાને મળે તેવું આયોજન કરાઈ રહ્યું છે.
બોગસ આદિવાસી પ્રમાણપત્રો ને લઈને આંદોલન સાંસદ મનસુખભાઇ વસાવા કહ્યું કે આ ખોટા આદિવાસી પ્રમાણ પત્રો લઈને કોઈ ઉચ્ચ અધિકારી તરીકે તો કોઈ વર્ગ-2 અને 3 ના કર્મચારીઓ તરીકે ફરજ બજાવી તમામ આદિવાસીઓના હક્કો મેળવે છે ત્યારે આવા લોકોની નોકરી નથી લેવી પણ તેમને જનરલ,કે ઓબીસી જે કેટેગરીમાં આવતા હોય તેમાં ગણાવા જોઈએ ખોટા પ્રમાણપત્રો બાબતે કોઈને પણ બાંધ છોડ કરવામાં નહિ આવે, જે સાચા આદિવાસીઓ છે તેમને પ્રમાણપત્રો મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. બહુ કડક કાયદો બનાવ્યો છે. જે લાગુ થઇ જતા કોઈ નહિ બચે.
દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર ખોટા આદિવાસી પ્રમાણપત્રના આધારે લાભ લેતા અટકવા સરકાર કડક કાયદો બનાવ્યો છે. અંદાજીત 64 હજારથી વધારે સૌરાષ્ટ્રમાં ખોટા પ્રમાણપત્રના લાભ લઇ રહયા છે. ગુજરાતમાં એક લાખ થી વધારે ખોટા આદિવાસી પ્રમાણ પત્રોનો લોકો લાભ લઇ રહ્યા છે.

