ભારત માટે આ ખરાબ સમાચાર છે. ભારતમાં 22 માર્ચથી 6 એપ્રિલ 2022 વચ્ચે પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. પરંતુ જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થશે તો ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપિયન યુનિયન દ્વારા રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધની હિમાયત કરવામાં આવતા ક્રૂડ ઓઈલના ભાવ સાત સપ્તાહની ટોચે પહોંચી ગયા છે.
બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 115 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે, જેને લઈને મોંઘવારી હજુ પણ વધી શકે છે. મહત્વનું છે કે, સામાન્ય લોકો પહેલાથી જ પરેશાન છે