ગુજરાત: ગુજરાત કોંગ્રેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

VTVના અહેવાલ અનુસાર હાર્દિક પટેલે કોંગ્રેસને લઇને જણાવે છે કે, ‘કોંગ્રેસ પાર્ટી વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ. કોગ્રેસ દરેક મુદ્દા પર કેન્દ્ર સરકારના વિરોધ સીમિત રહી ગઈ. કોંગ્રેસનું નેતૃત્વ પાયાનો રોડમેપ પણ જનતા સમક્ષ  પ્રસ્તુત ન કરી શક્યું. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં કોઈ પણ મુદ્દામાં ગંભીરતાની ઉણપ રહેલી છે. સમસ્યાઓ કરતા નેતાઓનું ધ્યાન મોબાઈલમાં વધુ હોય છે. જ્યારે દેશને કોંગ્રેસની જરૂર હતી ત્યારે નેતા વિદેશમાં હતા. કોંગ્રેસે યુવાઓના વિશ્વાસને તોડ્યો છે. કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દા નબળા કર્યા. કોંગ્રેસના નેતાઓએ આર્થિક ફાયદાઓ  ઉઠાવ્યા. કોંગ્રેસના નેતાઓનું વેચાઈ જવું એ જનતા સાથે દગો છે. કોંગ્રેસ ગુજરાતની જનતા માટે સારૂ કરવા જ ઈચ્છતી નથી. જ્યારે મે ગુજરાતનું સારૂ ઈચ્છ્યું ત્યારે કોંગ્રેસે મારો તિરસ્કાર કર્યો. આજે હું મોટી હિમંત કરીને કોંગ્રેસમાંથી રાજીનામુ આપુ છું. મને વિશ્વાસ છે કે મારા સાથીઓ મારા નિર્ણયનુ સ્વાગત કરશે.’

હવે જોવાનું એ રહ્યું કે શું હાર્દિક પટેલ રાજકારણને ટાટા-ટાટા બાય-બાય કરશે કે પછી હાર્દિક આગળના સમયમાં ભાજપમાં કે AAPમાં જોડાશે ? તે હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું.