ઉમરગામ: હાલમાં જ ઉમરગામના ખત્તલવાડામાં રહેતાં 32 વર્ષીય જોલી પટેલે 28 વર્ષીય રુચિકા નામની યુવતી સાથે લગ્ન કર્યા બાદ રુચિકાને લઈને અંબાજી દર્શને અને ત્યાંથી માઉન્ટ આબુની તોરણ ભવન હોટેલમાં હનીમુન મનાવી હત્યા કર્યોનો કિસ્સો પોસ્ટમોર્ટમ રિપોર્ટના લીધે પ્રકાશમાં આવ્યો છે.
વાત એમ બની કે 32 વર્ષીય જોલી પટેલે એક મહિના પહેલાં 28 વર્ષીય રુચિકા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવક જોલી પટેલે પોતાની પત્ની રુચિકા, બેન-બનેવી અને માતા સાથે અંબાજી દર્શને ગયા બાદ ત્યાંથી માઉન્ટ આબુની ગુજરાત તોરણ ભવન હોટેલમાં તેઓ રોકાયા હતા. તારીખ 10 જાન્યુઆરીના રોજ રુચિકાની અચાનક તબિયત ખરાબ થઈ હતી. વોમિટિંગ થતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. ડૉક્ટરોએ રૂચિકાના પોસ્ટમોર્ટમ કરી મૃતદહે પરિવારજનોને સોંપ્યો હતો.
આ ઘટનાના એક મહિના બાદ રૂચિકાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. જેને જોતા પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી. રિપોર્ટમાં સામે આવ્યું હતું કે રુચિકાના બધા ઓર્ગન બરોબર હતા અને મહિલાની નાની ડાળખીથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. રુચિકાના મોઢાથી લઈને ગળા સુધી ઝાડના એક મુઠ્ઠી પાંદડા ભર્યા હતા, જેથી તે શ્વાસ ન લઈ શકે. રુચિકાનું પહેલા ઝાડની ડાળીથી ગળું દબાવવામાં આવ્યું હતું. ત્યાર પછી કોઈ વજનદાર તકિયા જેવી વસ્તુથી તેનું મોંઢુ દબાવવામાં આવ્યું હતું, ત્યાર પછી હાથથી પણ ગળું દબાવ્યું હતું. આમ રુચિકાના પિતા હરીશભાઈએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ગયા ગુરુવારે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં જોલી પટેલ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. હતી. હત્યા પાછળનું કારણ જાણવા પરિવાર જનો માગ કરી રહ્યા છે. હજી હત્યાનું કારણ જાણી શકાયું નથી.
પતિ જોલીએ મીડિયાને કહ્યું કે, હોટેલમાં સવારે 8.30થી 9 વચ્ચે અચાનક રૂચિકાની તબિયત બગડતા તેના હાથ-પગમાં અમે બામથી માલિસ કરવાનું શરૂ કર્યું હતું. તબીબે તેને મૃત જાહેર કરતા તેેની જાણ મેં પરિજનોને કરી હતી. પીએમની જીદ મારી હતી. પંચ કેસ વખતે રૂચિકાના શરીર પર કોઇ નિશાન ન હતા. જેથી પીએમ રિપોર્ટ પર મને શંકા છે.

