વાંસદા: હાલમાં જ વાંસદા તાલુકાના નાનીભમતી હનુમાનબારી અને રાણીફળિયા ગામમાંથી શામળાજી નેશનલ હાઈવે બાયપાસ રોડની સર્વેની કામગીરી ચાલી રહી છે તેના વિરોધના અનુસંધાને આવતીકાલે સાંજે 7:00 વાગે રાણીફળિયા (આમલી ફળિયા) મુકામે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
Decision Newsને સાથે વાત કરતાં જાગૃત યુવાનનોનું કહેવું છે કે અત્યારે આપણે જોઈએ તો આદિવાસી વિસ્તારોમાં જ સરકાર નવા નવા પ્રોજેક્ટ લાવી આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરવામાં આવનાર છે ત્યારે આદિવાસી યુવાનો હવે જાગૃત થઇ ગયા છે અને હવે તેઓ પોતાના હક અને અધિકારની લડાઈ લડીને રેહશે એ નક્કી છે.
આ મિટિંગમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ હનુમાનબારી, રાકેશભાઈ સરપંચ હનુમાનબારી, જીતુભાઈ સરપંચ નાનીભમતી, વિનુભાઈ માજી સરપંચ નાનીભમતી હાજરી આપશે એવું એવું જાણવા મળ્યું છે.