ચીખલી: ગતરોજ ચીખલી આઈ.ટી.આઈ કોલેજ ખાતે પોતાના સહકર્મચારીઓને સોશ્યિલ મીડિયામા ખુબ જ અભદ્ર અને એક શિક્ષકને શોભે નહી એવી ભાષાનો પ્રયોગ કરનાર મહિલા અધ્યાપક પ્રીતિબેન પટેલ વિરુદ્ધ આચાર્યશ્રીને ફરિયાદ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ વીડીઓમાં..
Decision Newsને મળેલી માહિતી મુજબ આ તમામ આગેવાનોની માંગ હતી કે આ મહિલા અધ્યાપક વિરુદ્ધ કડકમાં કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે અને એના વિરુદ્ધ મજબૂત ચાર્જશીટ બનાવવામાં આવે, અને કોઈ અંગત કે અન્ય કારણોસર જો આ શિક્ષિકા માનસિક રીતે ડિસ્ટર્બ હોય તો એમને થોડો સમય રજા પર ઉતારી દેવામાં આવે, કે જેથી આટલી ખરાબ માનસિકતા ધરાવતા વ્યક્તિ દ્વારા અપાતા શિક્ષણથી એના વિદ્યાર્થીઓને માનસપટ પર જાતિગત ખરાબ અસર પડવાની સંભાવનાઓ બંધ થાય.
આ પ્રસંગે ડો. નિરવ ભુલાભાઇ પટેલ,ડો. દિવ્યાંગી પટેલ પંકજ પટેલ BTTS મહામંત્રી, ગુજરાત રાજ્ય, પંકજ પટેલ, BTTS પ્રમુખ, નવસારી, ઉમેશભાઈ પટેલ- વાડ રૂઢિગ્રામ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ મિન્ટેશ પટેલ, નાનુભાઈ પટેલ હિરેન પટેલ, વિષ્ણુ પટેલ, જયેશ પટેલ વિકાસ અધિકારી, એલ. આઈ.સી., મુકેશ આર્મી, અશોકભાઈ પત્રકાર, હિમાંશુ પટેલ- બીલીમોરા,હિતેષ પટેલ રાનવેરી, શીલાબેન, નીતાબેન, બીનાબેન, જીગરભાઈ, મયુરભાઈ, જયાબેન સહિતના અન્ય મોટી સંખ્યામા હાજરી આપી હતી.

