ગુજરાત: ગતરોજ રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લાનું 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આ વર્ષે ઓછું આવ્યું છે. જેને લઈ જિલ્લાના શૈક્ષણિક તંત્ર ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે આ બાબતે શિક્ષણ તજજ્ઞોનું શું કહેવું છે.

જુઓ વિડીયો..

આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકોટ નું પરિણામ જાહેર કરાયું છે તો છેલ્લા ઘણા વર્ષોથી છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ચિંતા જનક રીતે નીચું આવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લેથી બીજા ક્રમાંકે 47.15 ટકા પરિણામ છોટાઉદેપુર જીલાનું આવ્યું છે .. કુલ 719 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 384 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.અને 335 વિદ્યાર્થીઓ પાસ થયા છે.. જિલ્લામાં કુલ 27 શાળાઓના વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી..અમુક શાળાઓ ડી.ઇ.ઓ કચેરીના હસ્તક છે..જ્યારે અમુક આદિજાતિ વિભાગ અંતર્ગત ચાલી રહી છે જે શાળાઓ ની ઇમારતો તો મોટી મોટી અને આધુનિક છે પરંતુ ત્યાં શિક્ષણ આપતા શિક્ષકો નજીવા વેતને કરાર આધારિત છે. એટલે સમજી શકાય છે કે કેવું શિક્ષણ આપતા હશે..

છોટાઉદેપુર જિલ્લામાં નબળા પરિણામ પાછળ જિલ્લામાં શિક્ષકોની ઘટ્ટ, આદિવાસી વિસ્તારની ગરીબાઈને લઈ સામાજિક અને આર્થિક પછાતતા તેમજ કમજોર પ્રાઇમરી શિક્ષણની સાથે ક્ષમતા ના હોવા છતાં વિજ્ઞાન પ્રવાહ પાછળની ઘેલછા જવાબદાર છે.

Bookmark Now (0)